PUBG અને LUDO સહિત 118 ઍપ્સ પર ભારતે પ્રતિબંધ

ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે.ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ઍપ્સને ચાઇનીઝ ઍપ્સ નથી ગણાવવામાં આવી.

ભારત સરકારનું કહેવું છે કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતીય સંરક્ષણ, માટે જોખમ હોવાથી આ ઍપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ભારત સરકારે અગાઉ આ જ વર્ષે જૂન મહિનામાં ચીન સાથે જોડાયેલી 59 ઍપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો, જેમાં ટિકટૉક ઍપ પણ સામેલ હતી.ચીનની 118 ઍપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે એક વખત ફરીથી લદ્દાખમાં એલએસી પર તણાવના સમાચાર આવી રહ્યા છે.સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે.ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ઍપ્સને ચાઇનીઝ ઍપ્સ નથી ગણાવવામાં આવી.

કઈ-કઈ ઍપ્સ પર મુકાયો પ્રતિબંધ

  • PUBG મોબાઇલ
  • PUBG મોબાઇલ લાઇટ
  • રાઇસ ઑફ કિંગ્ડમ
  • આર્ટ ઑફ કન્ક્વૅસ્ટ
  • ડૅંક ટૅન્ક્સ
  • વૉરપાથ
  • ગેમ ઑફ સુલ્તાન્સ
  • ગૅલેરી વૉલ્ટ
  • સ્માર્ટ ઍપલૉક
  • મૅસેજ લૉક
  • હાઇડ ઍપ
  • ઍપલૉક
  • ઍપલૉક લાઇટ
  • ડ્યુઅલ સ્પેસ
  • લુડો ઑલસ્ટાર
  • ઝેડ કૅમેરા
  • યુ-ડિક્ષનરી
  • મોબાઇલ લિજન્ડસ – પૉકેટ
  • વીપીએન ફૉર ટિકટૉક
  • બ્યુટી કૅમેરા પ્લસ
  • રુલ્સ ઑફ સર્વાઇવલ
  • APUS લૉન્ચર પ્રો
  • APUS લૉન્ચર
  • APUS સિક્યૉરિટી
  • APUS ટર્બો ક્લિનર 2020
  • APUS ફ્લૅશલાઇટ
  • Cut Cut
  • Baidu
  • Baidu ઍક્સપ્રેસ
  • ફેસ યૂ
  • શૅરસેવ બાય શાઓમી
  • કૅમકાર્ડ
  • કૅમકાર્ડ બિઝનેસ
  • કૅમકાર્ડ ફૉર સેલ્સફૉર્સ
  • કૅમ ઓસીઆર
  • ઇનનોટ
  • VooV મિટિંગ
  • સુપર ક્લીન
  • વીચેટ રિડિંગ
  • ગવર્મૅન્ટ વીચેટ
  • સ્મોલ ક્યૂ બ્રશ
  • ટૅન્સન્ટ વ્યૂન
  • Pitu
  • વીચેટ વર્ક
  • સાયબર હન્ટર
  • સાયબર હન્ટર લાઇટ
  • નાઇવ્સ આઉટ
  • સુપર મેકા ચૅમ્પિયન્સ
  • લાઇફ આફ્ટર
  • ડૉન ઑફ આઇલ્સ
  • લુડો વર્લ્ડ-લુડો સુપરસ્ટાર
  • ચેસ રશ