સંતરામપુર,સંતરામપુર તાલુકાના ગોધર ગામે હાઇવે પર શિફ્ટગાડી અને બાઈક અકસ્માત સર્જાયો ઘટના સ્થળે બાઈક ચાલકનું મોત થયું સંતરામપુર તાલુકાના ગોધર ગામે શિફ્ટગાડી અને બાઇક ચાલક અકસ્માત સર્જાતા આશરે અડધો કિલોમીટર દૂર બાઇક ચાલક અને શિફ્ટ ગાડીને ઝાડ સાથે ભડકાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે પહોંચેલું હતું. બાઈક ચાલક પોતાના ઘરેથી આંજણવા ગામેથી ખેતીના કામ માટે બિયારણનો સામાન લેવા માટે ગોધર ગયા હતા તે દરમિયાનમાં અકસ્માતની ઘટના ઘટેલી હતી બાઈક ચાલક બળવંતભાઈ સનાભાઇ પગીનો કરૂણ ઘટના બનતા ઘટના સ્થળે મોત લીધેલું હતું આ અંગેની તેમના પરિવારોને જાણ કરતા સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા માટે લાવવામાં આવેલા હતા શિફ્ટગાડીના ડ્રાઇવર ચાલક ભાગી છૂટેલો હતો સંતરામપુર પોલીસ સ્ટેશનમાં મરનારના પરિવારોએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાવી હતી અને પોલીસે અકસ્માત ગુનો દાખલ કર્યો હતો સંતરામપુર લુણાવાડા રોડ ઉપર બે દિવસમાં બે ઘટના બની અકસ્માતની અવારનવાર વળાંકવાળા રસ્તાઓ અને રસ્તાઓ ખરાબ હોવાના કારણે અકસ્માતો હવે વધ્યા.