સંતરામપુર,શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર થી આવેલ અક્ષત કુંભ કળશ યાત્રા સંતરામપુર નગરમાં ફરી. જેમાં ઉપસ્થિત કાર્યકર્તા વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ મંત્રી દિલીપભાઈ રાણા મહીસાગર જિલ્લા સહમંત્રી જયદીપભાઇ ભોઈ મહીસાગર જિલ્લા સેવાસહ પ્રમુખ તારૂંભાઈ વિસપરા સંતરામપુર નગર અધ્યક્ષ તુષારભાઈ ડામોર ઉપાધ્યક્ષ આદિત્ય સોની સંતરામપુર નગર મંત્રી સંજયભાઈ બરજોડ કાર્યકર્તા સેવકભાઈ સોલંકી સંઘ પરિવારમાંથી મહિસાગર જિલ્લાના સંઘ સંચાલક સુરેશભાઈ ભાવસાર સંતરામપુર તાલુકા કાર્યવાહ કમલેશભાઈ મછાર સંતરામપુર નગર કાર્યવાહ પાર્થભાઈ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા સંતરામપુર નગર મહામંત્રી મનોજભાઈ ગૌતમ મહામંત્રી નીતિનભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો અને સંતરામપુર નગરના લોકો આ કળશ યાત્રામાં જોડાયા.