શહેરા પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

શહેરા, શહેરા પોલીસ મથક ખાતે પોલીસ વિભાગ આયોજિત રક્તદાન શિબિરમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, એન.આર.આઈ. હરીશ ભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રકતદાન શિબિરની શરૂઆત કરાઈ હતી. પોલીસ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ, તાલુકાના અગ્રણીઓ તેમજ પ્રજાજનોએ પણ ખૂબ જ ઉત્સાહ અને હોંશભેર રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ જણાવ્યું હતું કે રેડકોર્સ સોસાયટીનું મકાન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા સાથે મારી ગ્રાન્ટ પણ આપી છે. રેડકોર્સ સોસાયટી શરૂ થાય એ માટેના મારા પ્રયત્નો શરૂ છે.

શહેરા પોલીસ મથક ખાતે પોલીસ વિભાગ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ગોધરાના સહયોગથી કરવામાં આવ્યું હતુ. આ રક્તદાન કેમ્પ વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. વિધાનસભાના ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડ, એન.આર.આઈ. હરીશભાઈ પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરની શરૂઆત કરાઈ હતી. વિધાનસભા ગૃહ ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતની ઉપસ્થિતિમાં આ રક્તદાન શિબિરમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળના જવાનો સહિત યુવાનો તેમજ મહીલાઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કરેલ હતુ. આ રક્તદાન શિબિરમાં આશરે 200 કરતાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા હતા. જ્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે તાલુકા મથક ખાતે બ્લડ બેન્ક આવનારા દિવસોમાં શરૂ થનાર છે અને રેડક્રોસ સોસાયટીનું મકાન બને એ માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે અને મેં મારી પણ ગ્રાન્ટ આપી છે. તાલુકાના પ્રજાજનોને લોહીની જરૂર પડે ત્યારે બહાર ન જવું પડે એ માટે બ્લડ બેન્ક વહેલી તકે શરૂ થાય એ મારા પ્રયત્નો શરૂ છે સાથે ઉપસ્થિત સૌને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી. જોકે બ્લડ બેન્કમાં અત્યારે રક્તની વધારે જરૂર હોય એવા સમયે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા જરૂરિયાત મંદ લોકોને આ રક્તનો ઉપયોગ થઈ શકશે તેમ છે. શહેરા પોલીસ વિભાગ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓ રક્તદાન કરતા કેમ્પને સફળતા મળી હતી.