ડિટવાશ પોલીસે રાજસ્થાન થી દારૂનો જથ્થો ગુજરાત પહોંચે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો.

કડાણા તાલુકાના ડીટવાસ પોલીસ હદ ના ડીટવાસ થી બાબલીયા જવાનાં રસ્તે છાયા મહુડા ગામ નજીક રસ્તા પાસેથી ડીટવાસ પોલીસે સાત લાખની કિંમતનો દારૂ ઝડપી પાડયો છે.

ડીટવાસ પોલીસ મથક પી.સી.ગજેન્દ્ર સિંહ ને બાતમી મળેલ કે એક આઈસર ટેમ્પામાં દારુ ભરી ને બાબલીયા રસ્તે થી વડોદરા શહેર તરફ જનાર છે.જેથી ડીટવાસ પો.સ.ઈ.સોલંકીને બાતમી ની જાણ કરી ને તેમના માગૅદશૅન હેઠળ પોલીસ સ્ટાફ ગજેન્દ્રસિંહ.દેવેનદૂસીહ.એ.એસ.આ તથા કનુભાઈ નેઅશ્રિવનભાઈએ બાબલીયા રસ્તે છાયા મહુડા રોડ પાસે નાકાબંધી કરી હતી ને બાતમી વાળી આઈશર ટેમ્પો આવતાં આ ટેમ્પાને પોલીસે ઊભો રાખવાં ઈશારો કરતાં ટેમપાનો ચાલકે પોલીસ ને જોઈને ટેમ્પો ભગાડવા લાગેલ જેથી નાકાબંધી માં ઉભેલા પોલીસ સ્ટાફે ટેમપાનો પીછો કરી ને રોડ પર આવેલા સાંકડા પુલ પર ટેમ્પા આગળ પોતાનું વાહન આડું મુકીને ટેમ્પો રોકેલ.
ટેમપાનો ચાલક પોલીસ ને જોઈ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ચાલક ને ઝડપી પાડીને ટેમ્પા માં તપાસ કરતાં ટેમ્પામાં પ્લાસ્ટિકની ખુરશી ઓ ને ટેબલો મુકીને તેની આડશમાં પ્રાંતીય ઈંગ્લીશ દારુ ની 130 પૂઠાની પેટીઓ માં આર એસ આર સી મેગડોલ વ્હીસ્કી ની નાની મોટી બોટલો ભરેલી મળી આવેલ.છે

પોલીસે આ ગુનામાં વપરાયેલ આઈશર ટેમ્પો નંબર આર જે .25.gà.3929 નો તથા .
અંદાજે રુપિયા સાત લાખ ની કીંમત નો દારુનો જથ્થો કબજે કરી ને ટેમ્પો ચાલક ની અટકાયત કરી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર વીરભદ્ર સિંહ સિસોદીયા.