પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ની વધુ એક કાર્યવાહી.
હાલોલ ના નાથકુવા આદિવાસી વિસ્તાર ની સરકારી સસ્તા અનાજ ની દુકાન મા આકસ્મિક તપાસ કરતા ગંભીર ગેરરિતી ઝડપાઇ.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આજ રોજ હાલોલ તાલુકાના આદવાસી વિસ્તાર એવા નાથકુવા ગામની ફિરોજ તાહિર અલી વોરા ની સરકારી સસ્તા અનાજની દુકાનમા આકસ્મિક તપાસ કરતા ચોખા ૨૦ કટ્ટા, ઘઉં 4 કટ્ટા, તુવેરદાળ ૩ કટ્ટા,ચણા ૨ કટ્ટા આમ કુલ ૨૯ કટ્ટાની વધ મળેલ છે. જે દુકાનદાર કબૂલે છે.વધુમાં દુકાનદાર દ્વારા અનધિકૃત રીતે ૩૨ રેશનકાર્ડ તેમના કબ્જામાંથી મળી આવેલ છે.જે નિયમ મુજબ એક પણ રેશનકાર્ડ તેની પાસે રાખી શકે નહિ.
જે અનધિકૃત રીતે રાખેલ છે જે પરવાનેદાર દ્વારા તપાસમાં કબૂલ કરેલ છે . પરવાનેદાર કૂપન આપતાં નથી તે પણ પોતે કબૂલે છે.અને પાવતી પણ આપવામાં આવતી નથી. અને રાશન કાર્ડ ધારકોના નિવેદન લેતા જણાવેલ કે પાવતી પણ આપવામાં આવતી નથી અને અનાજ ઓછું આપવામાં આવે છે અને ભાવ કરતાં વધુ પૈસા લેવામાં આવે છે. વધ મળેલ જથ્થો આદિવાસી રાશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું વિતરણ કરીને સદર હુ અનાજનો જથ્થો ભેગો કરવામાં આવે છે આમ. આદીવાસી વિસ્તારમાં અભણ, ભોળા અને અજ્ઞાન લોકોનો ફાયદો ઉઠાવી અનઅધિકૃત રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરેલ હોય જે કિંમત કુલ રૂપિયા ૫૨૨૩૨ નો જથ્થોની જથ્થો જપ્ત કરી સીઝ કરી આગળની કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી સસ્તા અનાજ મા ગેરરિતિ કરતા પરવાનેદારો મા ભય સાથે નો સન્નાટો પ્રસરી જવા પામયો છે.
ઘોઘંબાના સીમલીયામા શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા