પાકિસ્તાનમાં ઇંધણની અછતને કારણે ફ્લાઇટ રદ, એરપોર્ટ પર લોકોએ દેકારો કર્યો 

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ની એક ફ્લાઈટ ઈંધણની અછતને કારણે ઘણી મોડી પડતા લોકો ગુસ્સે થયા હતા. આ કેસનો એક વીડિયો વાયરલ થયો છે. આમાં લોકો એરલાઈન પાસેથી હોટલ બુકિંગથી લઈને અન્ય બાબતોમાં થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યા છે.

લડાઇ અને ઝઘડાના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. લેટેસ્ટ વીડિયો પાકિસ્તાનનો છે. વાસ્તવમાં, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે, ગુસ્સે થયેલા મુસાફરોએ એરલાઇન સ્ટાફ પર ખૂબ મારપીટ કરી હતી. કથિત રીતે ઈંધણની અછતને કારણે ફ્લાઈટમાં ઘણો વિલંબ થયો અને લોકો ગુસ્સે થયા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

TikTok પર શેર કરવામાં આવેલો પહેલો વીડિયો એરપોર્ટનું દ્રશ્ય દર્શાવે છે, જ્યાં મુસાફરો એરલાઈન કર્મચારીઓ પાસેથી જવાબ માંગતા જોવા મળે છે. એક મુસાફરે કહ્યું કે એરલાઈને ફ્લાઈટ કેન્સલ થયાની જાણ ઓછામાં ઓછી એક રાત પહેલા કરવી જોઈએ અને છેલ્લી ક્ષણે નહીં. વીડિયોમાં તે વ્યક્તિ બૂમો પાડી રહ્યો છે કે હોટલ અને રેન્ટલ કારના પ્રી-બુકિંગને કારણે તેને $6,000નું નુકસાન થઈ રહ્યું છે. તેણે કહ્યું- મારે મારા નુકસાનનું વળતર જોઈએ છે.

અન્ય એક મુસાફરે કહ્યું કે સરકાર પાસે મોટા સરકારી અધિકારીઓ માટે ઈંધણની કોઈ અછત નથી અને સામાન્ય લોકો ફસાયેલા છે. હંગામા વચ્ચે મુસાફરોએ ઉચ્ચ પ્રબંધન સાથે વાત કરવાની માંગ પણ કરી હતી, પરંતુ એરલાઈનના કર્મચારીઓએ તેમની વાત સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો. પોતાની ગર્ભવતી પત્ની વિશે વાત કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું, મને સ્પષ્ટપણે કહો કે ફ્લાઈટ ક્યારે રવાના થશે, આજે રાત્રે કે કાલે સવારે?

જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, લોકો તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે રાષ્ટ્રીય એરલાઇનની આવી સ્થિતિ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. જો કે, પરિણામ શું આવ્યું તેની કોઈ માહિતી નથી.