ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચુંટણી યોજાઇ,ગુજરાત હાઇકાર્ટમાં પોલીસ બોલાવાઇ

ગુજરાતના તમામ બાર એસોસિએશનની આજે ચુંટણી યોજાઇ હતી.બાર કાઉન્સિલ દ્વારા જાહેર ૨૭૨ એસોસિએશનની ચુંટણી યોજાઇ હતી એસોસિએશનના પ્રમુખ,ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના વિવિધ પદ માટે મતદાન થયું હતું ગુજરાત હાઇકાર્ટ એડવોકેટ એસોસિએશન માટે પણ મતદાન થયું હતું જો કે ગુજકાત હાઇકોર્ટમાં મતદાન દરમિયાન વિવાદ ઉભો થયો હતો અને વિવાદ બાદ પોલીસને બોલાવવામાં આવી હતી ચુંટણી લડી રહેલા પૃથ્વી સિંહ જાડેજાએ મતદાન દરમિયાન પૂર્વ સેક્રેટરી અમીબેન પટેલ સાથે બોલાચાલી કરી હતી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો આથી અમીબેન પટેલે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી.સુત્રોએ કહ્યું હતું કે પૂર્વ પ્રમુખ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય યતિન ઓઝા વકીલોને પોતાના ટેકેદાર પૃથ્વી સિંહ જાડેજા તરફી મતદાન કરવાવવા માટે દબાણ કરી રહ્યાં હતાં અને આચારસંહિતાનો ભંગ કરી રહ્યા હતાં જેનો કેટલાક વકીલોએ વિરોધ કર્યો હતાં. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ચુંટણી દરમિયાન અમિતા વાધેલાનું ફોર્મ રદ કરવામાં આવતા વિવાદ થયો હતાં બે દિવસ પહેલા પણ તેમના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતાં.

ગુજરાત હાઇકાર્ટના એડવોકેટ એસોસિએશન માટે સવારે ૧૦ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું.મતદાન પેપરથી મતદાન થયું હતું આજે મતદાનનો દિવસ હોવાથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં હતાં જો કે મતદાન દરમિયાન એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય યતિન ઓઝા દ્વારા વકીલો પર પોતાની તરફેણમાં મતદાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેથી વિવાદ ઉભો થયો હતો અને બંન્ને જુથો વચ્ચે છુટાહાથની મારામારીની નોબત આવી ગઇ હતી મામલો એટલો વધી ગયો હતો કે પોલીસ બોલાવવામાં આવી હતી પોલીસે આવીને પરિસ્થિતિ સંભાળી હતી અને ત્યારબાદ મતદાન શાંતિપૂર્ણ યોજાયુ હતું મતદાન બાદ સાંજે ૫.૩૦ વાગ્યા બાદ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી મતદાન ૯૦ ટકા જેટલું થયું હતું અને ચુંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં જાહેર કરવામાં આવશે.

એ યાદ રહે કે કોર્ટની વકીલોને પડતી સમસ્યાઓને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવા માટે એસોસિએશનની નિમણુંક કરવામાં આવે છે તેમાં વકીલ તરફી બાર એસાસિએશન સમગ્ર મુદ્દાને લઇને તેનું સમાધાન કરી આપવામાં આવે છે આ ઉપરાંત કોર્ટની બહાર પડતી તકલીફોનું પણ નિવારણ કરી આપવામાં આવે છે.