જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૧૫૮ કરોડ થી વધુના વિકાસ કામો મંજૂર

જામનગર, જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૧૧ સભ્યો ઉપરાંત, મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ અને જિજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.શુભમ રેસિડેન્સી થી ટીટોડીવાડી સુધીના રોડમાં સેન્ટ્રલ લાઈટિંગની દરખાસ્ત તથા હાપા માર્કેટ યાર્ડ થી રાધિકા સ્કૂલ સુધી ના માર્ગે સેન્ટ્રલ લાઈટિંગના માટેના કામની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ હતી. સમર્પણ અને પંપહાઉસ ઈએસઆર હેઠળ આવતા વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી વિતરણ માટે વાર્ષિક રૃા. ૨૮ લાખ ૪૪ હજાર, તથા બેડી અને મહાપ્રભુજી બેઠક ઈએસઆર હેઠળના વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ કરવા રૃા. ૨૮ લાખ ૨૦ હજાર નો ખર્ચ મંજૂર કરાયો હતો.

રણમલ તળાવ અને ખંભાળિયા ગેટની સફાઈ માટે ત્રણ વર્ષનું રૃા. ૮ લાખ, સાત હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના નિકાલ માટે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ડિઝાઈન તથા ફિઝિબિલિટી ચેકિંગ વગેરે કામ માટે રૃા. ૩૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.ભૂજીયા કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રિ-કન્સ્ટ્રક્શનના કામ માટે રૃા. ૯૨ લાખ, ૩૮ હજારના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સૈનિક ભવન પાસેના રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજના કામ માટે જીએસટી અન્વયે રૃા. ૬૭૯ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

એસટીપી. પાછળના ભાગે રેલવે ફાટક પાછળના રોડની બાજુમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૃા. ૧૬ લાખ ૯૯ હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. અમૃત ૨.૦ યોજનામાં સીવર કલેક્શન પાઈપ નેટવર્ક (નાઘેડી વોર્ડ નં. ૬ અને ૭) ના કામ માટે રૃા. ૨૪૬૫ લાખ તેવી જ રીતે કર્મચારીનગર (વોર્ડ નં.૧૬) માટે ૧૮૬૨ લાખ, હાપા વિસ્તાર વોર્ડ નં. ૧૧-૧ર માટે રૃા. ૪ર૧૭ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.ભૂગર્ભ ગટર સંબંધિત ફરિયાદનાં નિકાલ માટે જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વગેરે સફાઈ કામ માટેની દરખાસ્તોમાં વોર્ડ નં. ૯, ૧૦, ૧૧ અને ૧ર માટે રૃા. ૩પ.૧૬ લાખ, વોર્ડ નંબર ૧૩, ૧૪, ૧પ અને ૧૬ માટે રૃા. ૩૪.૯૨ લાખ, વોર્ડ નંબર પ, ૬, ૭ અને ૮ માટે રૃા. ૩૦.૦૬ લાખ, અને વોર્ડ નંબર ૧, ર, ૩ અને ૪ માટે રૃા. ૩૩.૪૬ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.જામનગરમાં પે એન્ડ યુઝ ટોયલટ તથા એસ્પીરેશન પબ્લિક ટોયલેટ રૃા. ૧પ૦ લાખનાં ખર્ચ બનાવવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર ૬ પુષ્કર ધામ સોસાયટીમાં સી.સી. રોડ બનાવવા રૃા. ૭૦ લાખ ર૮ હજાર, આરોગ્ય કેન્દ્ર સ્ટ્રેન્ધનીંગ કરવા માટે રૃા. ૧૧.૩૩ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. વોર્ડ નંબર પ, ૯, ૧૩ અને ૧૪માં ગાર્ડન વર્ક્સના કામ માટે રૃા. ચાર લાખનાં કામોને બહાલી આપવામાં આવી હતી.રણજીત સાગર ઢોર ડબ્બાના એનીમલ ખર્ચ કંટ્રોલ અન્વયે શ્વાન ખસીકરણ રૃમમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન માટે તથા નવો એનીમલ કંટ્રોલ રૃમ બનાવવા માટે રૃા. ર૪ લાખ ૪૧, હજારનું ખર્ચ મંજુર કરાયું છે. વોર્ડ નંબર ૧, ૬ અને ૭માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૃા. ૩ લાખ, તથા આ વોર્ડમાં જ ગટરનાં કામ માટે ૯ લાખનું ખર્ચ મંજુર કરાયું છે.જામનગર-રાજકોટ રોડથી ધોરીવાવ ગામ સુધી સીસી રોડ માટે રપપ લાખ, તથા આશીર્વાદ દીપ સોસાયટી પાસેના પુલીયા (બ્રીજ)ની જામનગર રોડ સુધી સીસી રોડ માટે રૃા. રપ૦ લાખનાં ખર્ચને મંજુરી આપવામાં આવી છે.