ચાઈનીઝ દોરી વેચતા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ, ૧૨ હજારની કિંમતના ૪૦ રીલ કબજે

અમદાવાદ, ઉતરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ શરૂ થઈ ગયું છે.

ઉતરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ ચાઈનીઝ દોરી વેચતા બે શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ.૧૨,૦૦૦ની કિંમતના ચાઈનીઝ દોરીના ૪૦ રીલ કબજે કર્યા હતા.

આ બનાવની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે બે શક્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા.

આરોપીઓમાં રમેશ જે.પરમાર અને વિજય વી.પરમારનો સમાવેશ થાય છે. ધોળકાના મોટી બોરૂ ખાતે રહેતા બન્ને આરોપી પાસેતી પોલીસે રૂ.૧૨,૦૦૦ની કિંમતના ચાઈનીઝ દોરીના ૪૦ રીલ કબજે કર્યા હતા. આરોપીઓએ ચાઈનીઝ દોરીનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.