ઘોઘંબા તાલુકાના કાંટુ ગામમાં આવેલ પેટ્રોલ પંપ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ સીલ કર્યો.

  • પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ની વધુ એક કાર્યવાહી
  • ઘોઘંબા તાલુકાના કાટું ગામે પેટ્રોલ પંપ ઉપર ગંભીર પ્રકારની ગેરરીતિ મળતા પેટ્રોલ પંપ સીલ
  • તપાસ દરમિયાન અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવતા રૂ. 327982 નું પેટ્રોલ અને ડીઝલ સીલ.

ઘોઘંબાના કાંટુ ગામે આવેલ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન સંચાલિત હરદેવ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ ઉપર ઓચિંતિ તપાસ માં આવેલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલ પંપમાં ગેરરીતિઓ જોવાતા પંપ સીલ કર્યો.જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન પેશા સર્ટિફિકેટ ન હોય, રોજિંદી વેચાણ રજીસ્ટર, ડેંસીટી રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર ન નિભાવવા તેમજ સીસીટીવી, ફ્રી એર અને શૌચાલયની સુવિધા ન હોય પંપ ને કરાયો સીલ તપાસ દરમિયાન અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવતા રૂ. 327982 ના કિંમતનું 3338 લિટર પેટ્રોલ અને રૂ. 57095 ના કિંમતનું 616 લિટર ડીઝલ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.