ગોધરા, ગોધરા તાલુકાના ખજુરી ગામે કાળુભાઇના ખેતર પાસે રોડ ઉપરથી બાઈક લઈને પસાર થતા હોય દરમિયાન અચાનક ભુંડ આવી જતાં બાઈક ચાલક અને પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ખજુરી ગામે કાળુભાઇના ખેતર પાસે રોડ ઉપરથી પસાર થતી બાઈક નંબર જીજે.17.બીએમ.8036ના ચાલકે પુરઝડપે હંકારી જતા હોય દરમિયાન રસ્તામાં અચાનક ભુંડ આવી જતાં બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલક રાજેશ મંગળભાઇ અને પાછળ બેઠેલ રમેશભાઇ ભુલાભાઇને નાની મોટી ઈજાઓ થવા પામી. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.