મોરવા(હ), મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે સાલીયા સ્કુલની નજીક ત્રણ રસ્તા પાસે બાઈક ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી બાઈક પાછળ બેઠેલ મહિલાને પાડી નાખતાં ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યો. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે સાલીયા સ્કુલ નજીક ત્રણ રસ્તા પાસેથી પસાર થતી બાઈક નં.જીજે.17.બીવી.0202ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારતા હોય અને બાઈક પાછળ બેઠેલ લક્ષ્મીબેન ચીમનભાઇ બારીયાને બાઈક ઉપરથી નીચે પાડી દેતાં લક્ષ્મીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.