
બાલાસીનોર, બાલાસિનોર તાલુકાના રૈયોલી (બાજાખાંટની વાવ) ગામે કોમન સર્વિસ સેન્ટર દ્વારા પતંજલિ કિસાન સેવા કેન્દ્ર, પતંજલિ દાણ અને સી. એસ. સી.ની ઓનલાઈન સર્વિસ લાઈટબીલ, પાનકાર્ડ, આધારકાર્ડ, જેવી વગેરે સેવાઓને વિશે લોકોન માહિતગાર કરવામાં આવ્યો.
પંતંજલી પશુ આહાર અંગે અને ઇફફકો ફર્ટિલાઈઝર ગ્રામ સભા યોજવામાં આવેલ જેમાં CSC મહીસાગરના ડિસ્ટ્રિક્ટ મેનેજર ફેસલ ખાતુડા, પતંજલી ગ્રામઉદ્યોગ ન્યાસના જનરલ મેનેજર શિવરાજસિંહ ચૌહાણ તથા પતંજલિ માંથી આવેલ ડો. નારાયણ નાણોટા તેમજ હાર્દિકભાઇ, ઇફકો માંથી ઋત્વિકભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમજ સહકારી મંડળી, ગામના ખેડૂતો અને VLE મિત્રો હાજર રહેલ અને પશુ દાણ અને ખાતર વિશેની તથા સી.એસ.સી. સર્વિસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી તથા સમગ્ર આયોજન શૈલેશ મહેરા રૈયોલી ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વાર કરવામાં આવેલ હતું.