બાલાસિનોર દસ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત કરાયું

  • બાલાસિનોર ના પાડવા ના તાબા ના મુવાડા ટીંબા ફડીમાં દસ ફૂટ લાંબો અજગર દેખાતાં આફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
  • લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

બાલાસિનોર,\અજગર દેખાયાની જાણ પર્યાવરણ પ્રેમી અરવલ્લી રેસ્ક્યુ ટીમના રાહુલભાઈને કરવામાં આવતાં રાહુલભાઈએ તેમની ટીમ સાથે પાડવાં ગામે પહોંચી જઈ અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ અજગરની લંબાઈ દસ ફૂટ હતી. અજગરને તેના કુદરતી સુરક્ષિત સ્થાને છોડી દેવામાં આવ્યો હતો.