દાહોદ, સંસદના બંન્ને ગૃહોમાંથી 143 સાંસદોને સસ્પેડ કરવામાં આવતાં આ મામલે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેરમાં ધરણા પ્રદર્શન યોજી ભારે વિરોધ નોંધાંવ્યો હતો.
સંસદના બંન્ને ગૃહોમાંથી 143 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતાં આ મામલે સમગ્ર દેશમાં વિરોધ પક્ષ દ્વારા શખ્ત શબ્દોમાં વખોડી કાઢી સરકાર સામે ભારે વિરોધ દર્શાવી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેરમાં પણ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આ મામલે ભારે વિરોધ પ્રદર્શન કરી ધરણાં યોજ્યાં હતાં. સરકારની નિતિ રીતી સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, મહિલા આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.