વોશિગ્ટન, યુએસ સેન્સસ બ્યુરો દ્વારા જારી કરાયેલા અંદાજ મુજબ અમેરિકામાં આ વર્ષે બે દાયકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેનાથી દેશની કુલ વસ્તીમાં વધારો થયો છે. ૧.૬ મિલિયન નવા લોકો યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડાયા, જેમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ આંતરરાષ્ટ્રીય ઇમિગ્રન્ટ્સ છે.
જેના કારણે દેશની કુલ વસ્તી ૩૩.૪૯ કરોડ થઈ ગઈ. આ સતત બીજું વર્ષ છે જ્યારે ઇમિગ્રેશન આધારિત વસ્તીમાં વધારો થયો છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના ડેમોગ્રાફર વિલિયમ ફ્રેએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન સેક્ટર ભવિષ્યમાં વૃદ્ધિનો મુખ્ય સ્ત્રોત બનશે.
વર્ષના પ્રથમ ૯ મહિનામાં, કેનેડામાં અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં વસાહતીઓના આગમનને કારણે વસ્તીમાં રેકોર્ડ વધારો નોંધાયો હતો. સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જણાવ્યું કે, ૧ જુલાઈથી અત્યાર સુધીમાં ૪,૩૦,૬૩૫ લોકો (૧.૧%) નો વધારો થયો છે.