નવીદિલ્હી, આ વર્ષની શરુઆતમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના દિગ્ગજ કુસ્તીબાજોએ આંદોલન શરૂ કર્યું હતું અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ રેસલર્સમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે. આ તમામનો આરોપ હતો કે ભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું.
બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ભૂષણ વિરુદ્ધ આંદોલન શરુ કર્યું હતુ. તેમજ નવી દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. ભૂષણે તેના પર લાગેલા તમામ આરોપને ખોટા ગણાવ્યા હતા. પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનું પદ છોડ્યું હતુ.
આ ચૂંટણીમાં સંજય સિંહની પેનલની વધુ ચર્ચામાં રહી હતી. મોટાભાગના પદો પર આજ પેનલના લોકોએ ચૂંટણી જીતી છે. સંજય ઉત્તરપ્રદેશ રેસલિંગ એસોસિએશનનો ઉપાધ્યક્ષ છે. તેમને ૪૦ મત મળ્યા છે જ્યારે અનીતાને ૭ મત મળ્યા છે. અનીતની પેનલે મહાસચિવના પદ પર કબ્જો કર્યો છે. આ ચૂંટણીથી પ્રદર્શન કરનાર રેસલર્સનું દિલ તુટી ગયું છે. કારણ કે,ફરી એક વખત બ્રિજ ભૂષણના સમુહમાંથી જ વિજેતા જાહેર થયો છે.૭ જૂનના રોજ આ કુસ્તીબાજોએ તેમનો વિરોધ સમાપ્ત કર્યો, તે પણ એ શરતે કે ભૂષણના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે નહીં. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આ વાતની ખાતરી આપી હતી.
ચૂંટણી મોડી થવાને કારણે યૂનાઈટેડ રેસલિંગ ફેડરેશને ડબલ્યુએફઆઈ પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ હવે ચૂંટણી યોજાય ચૂકી છે અને આશા કરી શકાય કે, તેમના પર લાગેલો આ પ્રતિબંધ દુર થશે. નવી કાર્યકારી સમિતિ આ પ્રતિબંધને દુર કરવાનું કામ કરશે. આ પ્રતિબંધના કારણે ભારતીય રેસલર્સ ૨૦૨૩ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ન્યુટ્રલ ખેલાડીઓની જેમ રમ્યા હતા.
જુલાઈમાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોર્ટમાં પડતર કેસોને કારણે તેમાં વિલંબ થયો હતો. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલ સ્ટે હટાવી લીધો હતો અને ચૂંટણીનો રસ્તો સાફ કરી દીધો હતો.