
મુંબઇ, આમિર ખાનની પુત્રી આયરા ખાન તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે આગામી ૧૩ જાન્યુઆરીના રોજ પ્રભુતામાં પગલા પાંડશે. તેમના લગ્ન મુંબઇમાં જ થવાના છે, તેમજ આમંત્રિતોને નિમંત્રણ પણ મોકલાઈ ગયા છે. જેમાં બોલીવૂડના ટોચના કલાકારોના નામ હોવાની અપેક્ષા છે. આ લગ્નમાં બોલીવૂડ ઉપરાંત અન્ય કોર્પોરેટ ક્ષેત્રના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આયરાના લગ્ન મુંબઇની એક વિશાળ જગ્યા પર સાંજના કરવામાં આવશે જ્યાં ૩૨૦૦ આમંત્રિતોનો સમાવેશ કરી શકાશે. લગ્નના આમંત્રણો મોકલી દેવામાં આવ્યા છે. લગ્નની પત્રિકામાં લખ્યું છે કે, અમારા બાળકો ઈરા અને નૂપુરના લગ્નમાં તમને આમંત્રિત કરીએ છીએ. યુગલને આશીર્વાદ આપવા અમારી સાથે જોડાશો.