ભરૂચ : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નાર્કોટીક્સનાં ગુનામાં વોન્ટેડ મહિલા સહીત બે લોકોની ધરપકડ કરી

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાકારક પ્રદર્શોની બદી ફેલાવી લાંબા સમયથી ફરાર મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા ફરાર બે આરોપીઓ પૈકી એકે દોઢ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાકારક પ્રદર્શોની બદી ફેલાવી લાંબા સમયથી ફરાર મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા ફરાર બે આરોપીઓ પૈકી એકે દોઢ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો છે. આરોપીઓ વિરુદ્ધ નશીલા પદાર્થોના કારોબારના ગંભીર ગુણ દાખલ કરવામાં આવ્યા હતા જે વોન્ટેડ હતા.

છેલ્લા દોઢ વર્ષથી NDPSના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહની સલાહ અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાની સૂચનાથી ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ. ચૌધરી નાઓએ તેમની ટીમ આરોપીઓની ધરપકડ કરવા સૂચના આપી હતી.

ચાર્ટર મુજબ NDPS ના ગુનામાં ફરાર આરોપીઓને શોધવા ટીમ ભરૂચમાં પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન શહેર વિસ્તાર કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈને બાતમીદાર પાસેથી બાતમી મળેલ કે ભરૂચ શહેર “C” ડિવિઝનના નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 ii(B) ના ગુનાની મહિલા આરોપી જાગૃતિબેન વણભાઈ સોમાભાઈ પટેલ જે ગુનામાં ફરાર છે તે ભરૂચ નર્મદા ચોક ખાતે હોવાની માહિતી મળતા તપાસ દરમિયાન તે મળી આવી હતી. મહિલાની અટકાયત કરી ભરૂચ શહેર પોલીસને તેને સોંપવામાં આવેલ છે.

અન્ય એક મામલામાં અ.હે.કો. નરેશભાઈ અંબારામભાઈ નાઓને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કરજણ પો.સ્ટેના નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એકટ ૧૯૮૫ ની કલમ ૮(c), ૨૨(બી), ૨૫,૨૯ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે શાહરૂખ દાઉદ મલેક નાઓ ભરૂચ જુની આર.ટી.ઓ નંદેલાવ રોડ ખાતે ઉભો હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. અહીં આરોપી મળી આવતા તેને પકડી અટક કરી ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે આગળની વધુ કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.ઇ.આર.એલ.ખટાણા સાથે ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈ અને શૈલેષભાઈ ઈશ્વરભાઈ , રવિન્દ્રભાઈ નૂરજીભાઈ, અંજલીબેન ભરતભાઈ ,મોહમ્મદગુફરન મોહમ્મદરીફ અને તનવીર મોહમ્મદ ફારૂક નાઓએ ટીમવર્ક સાથે કરી છે.