કાલોલના અડાદરા ગામે ગલ્લા ઉપર પંચાયત સભ્યોને કામ કરતા નથી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરતાં હોવાનું કહેતા વ્યકિત મારમારી ઈજાઓ કરી

કાલોલ, કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા ફરિયાદી રાત્રીના સમયે જમી પરવારી ગલ્લા ઉપર બીડી લેવા ગયા હતા. ત્યારે આરોપી બે ઈસમો જે પંચાયતના સભ્યો હોય તેમને કોઇ કામ કરાવતા નથી. પંચાયતની ગ્રાન્ટ આવે તેમાં ભ્રષ્ટાચાર થાય છે. તેમ કહેતા બન્ને ઈસમો ઉશ્કેરાઈ જઈ મારમારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા જીતેન્દ્રસિંહ સોમસિંહ જાદવ રાત્રીના સમયે જમી પરવારીને ગલ્લા ઉપ બીડી-માચીસ લેવા ગયા હતા. ત્યારે આરોપીઓ જે પંચાયતમાં સભ્યો હોય તેવા રમેશભાઇ છત્રસિંહ ચૌહાણ, જીગ્નેશભાઈ કિરીટભાઇ સોની વચ્ચે વાતચીત ચાલતી હતી. ત્યારે જીતેન્દ્રસિંહ એ આરોપી રમેશભાઇને તમે પંચાયતના સભ્યો છો તો કામ કરાવતા નથી અને પંચાયતમાં આવતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારની વાત કેમ કરે છે. તેમ કહી મારમારતાં ફરિયાદીએ બુમો પાડવા માંડતા અન્ય બીજા આરોપીઓ કાળુભાઈ છત્રસિંહ ચૌહાણ અને મિતેશ રમેશભાઇ ચૌહાણે દોડી આવી જીતેન્દ્રભાઈને ગાળો આપી ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.