કાલોલ, કાલોલ તાલુકાના મેદાપુર ગામે કોયલી ફળીયામાં આવેલ સર્વે નં.62 વાળી જમીનમાં એક વર્ષ પહેલા વાવેતર કરેલ કેજપુરીના છોડને કોઇ અજાણ્યા ઈસમે ઉખેડી નાખી તેમજ કાપી નાખી 15,000/-રૂપીયાનું નુકશાન કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મેંદાપુરા ગામે કોયલી ફળીયામાં આવેલ ધર્મેન્દ્રસિંહ પરમારના સર્વે નં.62માં એક વર્ષ પહેલા 500 જેટલા કેજપુરીના છોડનું વાવેતર કરેલ હતું. 7 થી 8 ફુટ જેટલા મોટા થઈ ગયેલ હોય ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા રાત્રીના સમયે કેટલાક છોડ ઉખેડી નાખી તેમજ કાપી નાખીને રૂપીયા 15,000/-રૂપીયાનું નુકશાન કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.