
હાલોલ,હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે દોઢ વર્ષ અગાઉ જમીન તેમજ મકાનની અદાવતમાં સોપારી આપી હત્યા કરવાની કોશીષનો ગુનો હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો. પોલીસે આરોપીઓના મોબાઈલ સી.ડી.આર. મંગાવી ટેકનીકલ એનાલીસીસ કરી કાવતરું રચી ગુના આચરનાર 4 ઈસમોને ઝડપી પાડી 7 મોબાઈલ ફોન કબ્જે લીધા.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે દોઢ વર્ષ અગાઉ જમીન અને મકાનની અદાવતમાં સોપારી આપી હત્યા કરવાની કોશીષની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવ પામી હતી. આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીના મોબાઇલ સી.ડી.આર. મંગાવી પોલીસ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી બાતમીદારોના માધ્યમથી તેમજ શંકાસ્પદ મોબાઈલ નંબરની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતાં આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરું રચીને ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે આરોપીઓ રસીકભાઇ રંગીતભાઇ પરમાર (રહે. કંજરી પરે જસાપુરી ફળીયું,હાલોલ), ઈલેશ સંજયભાઇ પરમાર (રહે. બોડીદ્રા તા.વાધોડીયા, વડોદરા), ધમેન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર (રહે. આસોજ તા.વાધોડીયા), સુનિલ અરવિંદસિંહ રાઠોડ (રહે. આસોજ, તા.વાધોડીયા)ને ઝડપી પાડી ધનીષ્ઠ પુછપરછ કરતાં ગુનાની કબુલાત કરતાં પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન કબ્જે લીધા હતા. ખુનની કોશીષના ગુનામાં દોઢ વર્ષ ડીટેકટ કરવામાં આવ્યો. પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે.