ગોધરા ભુરાવાવ વલ્લભનગર સોસાયટીના મકાન માંથી બીલ વગરના બીડી, માચીસ, તમાકુંનો 5.82 લાખના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપતી એલ.સી.બી.

ગોધરા, ગોધરા શહેર ભુરાવાવ વલ્લભનગર સોસાયટી મકાન નં.36 વાળા રહેણાંક મકાનની ઓરડીમાં શંકાસ્પદ તમાકું તેમજ માચીસ તેમજ બીડી વિગેરેનો જથ્થો મુકી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી કિંમત 5,82,200/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર ભુરાવાવ વલ્લભનગર સોસાયટીમાં રહેતા પીનલકુમાર નવનીતભાઇ પટેલના મકાન નં.36ની ઓરડીમાં શંકાસ્પદ તમાકું તેમજ માચીસ, બીડી વગેરે ચીજવસ્તુઓ મુકી રાખેલ છે. તેવી બાતમી એલ.સી.બી.પોલીસને મળી હતી. બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે તપાસ કરતાં બીલ વગરનો ગેરકાયદેસર મુદ્દામાલ મળી આવ્યો હતો. ઓરડી માંથી બીલ વગરના મળેલ જથ્થામાં સાયકલ સેફટી માચીસના બોકસ નંગ-190 કિંમત 1,14,000/-, સુપર હોમ લાઈફ માચીસ બોકસ નંગ113 કિંમત 67,800/-રૂપીયા, વીગલ સેફટી માચીસના બોકસ નંગ-34 કિંમત 10,200/-રૂપીયા, ટોમેટો માચીસના બોકસ નંગ-30 કિંમત 18,000/-રૂપીયા, ટેલીફોન બીડીના બોકસ નંગ-4 કિંમત 2,00,000/-રૂપીયા, કલકતી બુધાલાલ તમાકું બોકસ નંગ-16 કિંમત 1,15,200/-રૂપીયા, બાગબાન તમાકુના બોકસ નંગ-1 કિંમત 57,000/-રૂપીયા મળી કુલ 5,82,200/-રૂપીયાનો બીલ વગરનો મુદ્દામાલ સાથે આરોપી પીનલકુમાર પટેલને ઝડપી પાડવામાં આવ્યો.