લુણાવાડા પોસ્કોના ગુનામાં સજા કાપતો આરોપી પેરોલ પર મુકત થયા બાદ હાજર નહિ થતાં ફરિયાદ

લુણાવાડા, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ધાટડા પંચાયત ફળિયામાં રહેતા અને મઘ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલમાં સજા ભોગવતા કેદીને પેરોલ રજા ઉપર 10 દિવસ માટે મુકતા કરતા રજા પુર્ણ થતાં હાજર નહિ થઈ નાસી જતા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વિરપુર તાલુકાના ધાટડા પંચાયત ફળિયામાં રહેતા પ્રવિણભાઈ મસુરભાઈ પગી જેની સામે પોકસો એકટ હેઠળ ફરિયાદ હતી તેને કોર્ટે તા.05/01/2023ના રોજ 20 વર્ષની સજા તથા દંડ રકમ રૂ.5 હજાર ન ભરવા બદલ વધુ છ માસની સજા ફટકારેલી હતી. તેને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા દિન-10માટે પેરોલ રજા મંજુર કરતા કેદી તા.12/11/2023ના રોજ પેરોલ રજા પર મુકત કર્યો હતો. જેને રજા પુર્ણ થતાં તા.23/11/2023ના રોજ જેલમાં હાજર થવાનુ હતુ. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. જે અંગે વિરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.