ગોધરાના દયાળ ગામે મંદિર દિવા કરવા ગયેલ 40 વર્ષીય વ્યક્તિ કોતરના પાણીમાં કુદી જતાં મોત

ગોધરા, ગોધરા તાલુકાના દયાળ જલારામ ફળિયામાં રહેતા 40 વર્ષીય વ્યક્તિ 18 ડિસેમ્બરના રોજ મોડી સાંજે મેલડીમાતાજી ની મંદિરે દિવા કરવા ગયેલ હતી. મંદિરની નીચાણવાળા ભાગમાં હોય દરમિયાન કોઇ કારણોસર દિવા કરવા ગયેલ વ્યક્તિ કોતરના પાણીમાં ડુબી જતાં મોત નિપજવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના દયાળ જલારામ ફળીયામાં રહેતા ભગાભાઇ બુધાભાઇ ઉવ.વર્ષ40 ને 18 ડિસેમ્બરની મોડી સાંજે મેલડીમાતાજીની મંદિરમાં દિવો કરવા ગયેલ હતા. દરમિયાન મંદિરની નીચાણવાળા ભાગમાં આવેલ કોતરના પાણીમાં કોઇ કારણોસર પડીને ડુબી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે આ મોતની ફરિયાદ નોંધાવા પામી છે.