પાટણ, ઉત્તર ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. ઠંડીના ચમકારા સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીના બનાવ વધવા લાગ્યા છે. પાટણમાં પણ તસ્કરોએ એક સાગમટે ત્રણ થી ચાર જેટલી દુકાનોને નિશાન બનાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કર રાજને લઈ હવે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો સર્જાયા છે.
પાટણ જિલ્લામાં વધુ એક ચોરીનો બનાવ નોંધાયો છે. શહેરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ ત્રણથી ચાર દુકાનોને નિશાન બનાવી છે. તસ્કરોએ શટર તોડીને ચોરી કરવાની ઘટના નોંધાઈ છે. પાટણ શહેરના રોટલિયા હનુમાન વિસ્તારમાં આવેલ ત્રણ દુકાનોના શટર ઉંચા કરીને ચોરી આચરી હતી.
તસ્કરોએ એક ડેરી પાર્લરમાં પણ ચોરી આચરી હતી. જે ચોરી માટે શટર તોડીને ઉંચું કરવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીને આધારે હવે પોલીસે તપાસ શરુ કરી છે. પરંતુ તસ્કરો બેફામ બનવાને લઈ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો સર્જાયા છે.