લીંબડી-રાજકોટ હાઇવે ઉ૫ર અજાણ્યા વાહને કારને હડફેટે લેતા બેના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે જાણે અકસ્માતો માટે પ્રખ્યાત બની ગયો છે અને રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે અને માનવ જિંદગી આવા અકસ્માતોમાં હણાઇ રહી છે ત્યારે અકસ્માતો પોતાના વાહનની બેફામ સ્પીડ અથવા તો પોતાની ગફલત ભરી રીતે વાહન ચલાવવાના કારણે થતા હોય છે. આ હાઇવે ઉપર અકસ્માતો રોજબરોજની ઘટનાઓ સાબિત થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવો અકસ્માત સર્જાયો છે જેમાં અજાણ્યા વાહને કારનો કડુસલો વાળી દેતા કારમાં જ દંપત્તિના મોત નીપજ્યા હોવાનું તેવું જાણવા મળે છે .

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આ ઘટના અંગેની જાણ થતા તાત્કાલિક અસરે લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ દંપતીને બહાર કાઢી અને હાલમાં તેમને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અને તેમના સગા સંબંધી કોણ છે અને આ દંપતી ક્યાંનું છે અને ક્યાં જઈ રહ્યું હતું જે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે અજાણ્યા વાહન સાથે આ કાર અથડાતા ડ્રાઇવિંગ કરી રહેલા અને બાજુમાં બેઠેલા બહેન સહિત બંનેના ઘટના સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યા મોત નીપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ કારમાં બીજા કોઈ સવાર ન હોવાનું પણ જાણવા મળે છે તસ્વીરમાં ઘટના સ્થળ ઉપર કાટમાળમાં ફેરવાયેલી કાર અને બંનેના મૃતદેહો જોવા મળી રહ્યા છે ત્યારે આગળની તપાસ હાલમાં લીમડી પોલીસે હાથ ધરી છે ત્યારે આ અકસ્માત લીમડી પાસે આવેલી મોર્ડન સ્કૂલ પાસે સર્જાયો છે અને આ અકસ્માતમાં બેના મોત થયા છે