’૫ લાખ નાગરિકોએ આર્મીમાં જોડાવું જોઈએ’,રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પ્રસ્તાવ

કીવ,યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે સેનાએ સાડા ૪થી ૫ લાખ વધુ યુક્રેનિયનોને સશ દળોમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.આ એક ’અતિ સંવેદનશીલ’ મુદ્દો છે જેને સંસદમાં મોકલતા પહેલા સેના અને સરકાર વચ્ચે ચર્ચા કરવામાં આવશે.

હકીક્તમાં યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી ૨૦૨૨થી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને દેશોના હજારો સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. હજારો ઘાયલ થયા છે. આ દરમિયાન યુક્રેને રશિયા સામેના યુદ્ધમાં લડવા માટે સેનાની સંખ્યા વધારીને ૧૫ લાખ કરવાની યોજના બનાવી છે.

ઝેલેન્સકીએ કહ્યું હતું કે, ’મેં સૈન્યને કહ્યું હતું કે તેના સમર્થન માટે મારે વધુ દલીલોની જરૂર પડશે. કારણ કે સૌ પ્રથમ તે લોકોનો પ્રશ્ર્ન છે, બીજું તે ન્યાયીતાનો પ્રશ્ર્ન છે, તે સંરક્ષણ ક્ષમતાનો પ્રશ્ર્ન છે, અને તે નાણાંનો પ્રશ્ર્ન છે.

છેલ્લા એક વર્ષમાં થયેલા વિનાશના પુનનર્માણ અને પુન:પ્રાપ્તિ માટે આશરે ૪૧૧ અબજ ડોલરનો ખર્ચ થશે. જેમાં રસ્તાઓ, ઈમારતો અને વીજળી અને પાણીના સમારકામનો ખર્ચ સામેલ છે. આ ડેટા વિશ્વ બેંક દ્વારા ૯ મહિના પહેલા જાહેર કરવામાં આવ્યો હતો. હવે આમાં થોડી પ્રગતિ થઈ હશે. જો સંપૂર્ણ રિકવરી નાણા આવે તો પણ તેને ઠીક કરવામાં ઘણો સમય લાગશે. આ સમયમાં દુનિયા થોડા વર્ષો આગળ વધશે, જ્યારે બરબાદ દેશ થોડો પાછળ રહી જશે.