નવીદિલ્હી, દિલ્હીમાં મોંઘવારીને લઈને જંતર-મંતર પર યુવા કોંગ્રેસનો વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હી પોલીસે સંસદના ઘેરાવને બેરિકેડ કરી દીધો છે. યુવા કોંગ્રેસ મોંઘવારી મુદ્દે સંસદનો ઘેરાવ કરવા જઈ રહી છે. વિપક્ષી સાંસદોના સસ્પેન્શન, બેરોજગારી અને મોંઘવારી સામે ભારતીય યુવા કોંગ્રેસના હજારો કાર્યકરો જોડાયા હતાં.
વિરોધમાં સામેલ કોંગ્રેસના પ્રવક્તા અલકા લાંબાએ સંસદના યૂથ કોંગ્રેસ ઘેરાબંધનમાં દેશભરના હજારો યુવા કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે લોક્તંત્રની રક્ષા માટે અને યુવાનોને તેમના અધિકારો અપાવવા માટે સંસદથી લઈને શેરીઓ સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે.
અમે આ તાનાશાહી સામે મજબૂતાઈથી લડીશું અને ફાસીવાદી શક્તિઓ અને તેમની યોજનાઓને કોઈપણ કિંમતે સફળ થવા દઈશું નહીં.
યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસે કહ્યું કે લોકશાહીને કચડી નાખવામાં આવી રહી છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. અમે આ તાનાશાહી સામે મજબૂતાઈથી લડીશું અને ફાસીવાદી શક્તિઓ અને તેમની યોજનાઓને કોઈપણ કિંમતે સફળ થવા દઈશું નહીં. હવે યુવાનો દેશની લડાઈ લડશે અને સત્તામાં રહેલા લોકોના ઘમંડને તોડી નાખશે.