ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં ૧૯૬૧થી દારૂબંધી કરવામાં આવી છે પરંતુ આપણા રાજ્યમાં રોજેરોજ લાખો-કરોડોનો દારૂ પીવાય છે અને વેચાય છે. લિકર ડ્રાય તરીકે ઓળખાતા બાપુનાં જન્મ સ્થળ ગુજરાત રાજ્યની હકીક્ત એકદમ અલગ છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની વાત આવે ત્યારે રાજ્યમાં દારૂ વિશે ચોક્કસ વાત થાય છે, કારણ કે વાયબ્રન્ટ ગુજરાતમાં અનેક લોકો દેશ-વિદેશમાંથી ડેલિગ્રેશન આવતા હોય છે. નવા વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની છે, તે પહેલા સરકારના પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે દારૂબંધી વિશે એક નિવેદન આપ્યું છે.
સરકારના પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત દારૂબંધીવાળું રાજ્ય છે એટલે ક્યારે પણ એ અંગે કોઈ કરાર કે વેપાર કરવાની મંજૂરી ગુજરાત ન આપી શકે. ગુજરાતમાં ઉત્પાદન પણ ન થઈ શકે અને પીવાની પણ મંજૂરી ન આપી શકે. મહત્વનું છે કે, વાયબ્રન્ટ સમિટમાં ૨૫ દેશો પાર્ટનર બનવાના છે. ૭૨ દેશમાંથી આશરે ૭૫ હજાર ડેલિગેટ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવાના છે. ૧૧ દેશમાં સરકારે રોડ શૉ કર્યા છે. તથા ઉદ્યોગપતિઓ સાથે વિગતે વાત કરી છે.
ૠષિકેશ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાતમાં ઐતિહાસિક બની રહેશે. જેમાં ૨૫ જેટલા દેશો વાઇબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે. ૧૬ જેટલી સંસ્થા પાર્ટન ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાશે. ૭૨ દેશોના ૭૫ હજાર ડેલીગેટ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન કરાવ્યું છે. ૧૧ દેશોમાં ગુજરાતે અત્યાર સુધીમાં રોડ શો કરવામાં આવ્યા છે. ૧૨ જેટલા પ્રી વાઇબ્રન્ટ સમીટ યોજવામાં આવ્યા છે. વાઇબ્રન્ટમાં ૧૧ જેટલા સમીટ યોજાશે. ૨ જેટલા દેશોના વડાઓ વાઇબ્રન્ટમા હાજર રહેશે. આ વખતે વાયબ્રન્ટ ગુજરાતનો ધ્યેય પ્રત્યેક જિલ્લાઓ સુધી લઈ જવામાં આવ્યો છે. ૧૪૭ જેટલા એમઓયુ સીએમ ના હસ્તે કરવામાં આવ્યા છે. જેમાં ૩.૩૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ એમઓયુ દ્વારા થવાનું અનુમાન છે. જેના કારણે ૧૨ લાખ જેટલા લોકોનું રોજગારીનું સર્જન થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં મહાગુજરાત આંદોલન તારીખ ૧ મે, ૧૯૬૦નાં રોજ મુંબઈમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તે સમયે દારૂબંધીમાં છૂટ હતી, પરંતુ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીનું જન્મ સ્થળ હોવાનાં કારણે ૧ મે, ૧૯૬૧નાં રોજ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલી કરવા માટે જાહેરાત કરી હતી.