ઈટાલીનાં પીએમના નિવેદન પર પાકિસ્તાનીઓ ભડકયા

ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ફરી એકવાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. મેલોની એક દક્ષિણપંથી નેતા છે અને ઈસ્લામને લઈ તેનું મોટું નિવેદન સામે આવ્યું હતું. મેલોનીએ ઈસ્લામી સંસ્કૃતિને લઈ યુરોપમાં કોઈ જગ્યા નથી એવું નિવેદન આપ્યું હતું આ ઉપરાંત ઈસ્લામી સંસ્કૃતિ અને યુરોપિયન સભ્યતાના મૂલ્યો વચ્ચે અનુકૂળતાની સમસ્યા રહેલી હોવાનું નિવેદન આપ્યું હતું.

આ નિવેદન પર કોઈપણ મુસ્લિમ દેશ અથવા નેતાએ નિવેદન નહોતું આપ્યું. પરંતુ પાકિસ્તાનીઓએ આની પર જરૂર રિએક્શન આપ્યું હતું.

પાકિસ્તાનની યુ-ટ્યૂબ ચેનલે મેલોનીના આ નિવેદનને લઈ લોકો સાથે ચર્ચા કરી હતી. જેમાં એક શખ્સે કબૂલ્યું કે બંનેની વિચારધારામાં ખૂબ મોટું અંતર છે. રિપોર્ટરે પૂછયું કે વિચારધારામાં અંતર છે તો મુસ્લિમ દેશોથી લોકો યુરોમાં શા માટે જાય છે. આની પર એ શખ્સે કહ્યું કે પાકિસ્તાન જેવા દેશોમાં ગરીબી છે. જેથી લોકો યુરોપ જાય છે. આ ઉપરાંત અન્ય એક શખ્સને આ અંગે પૂછતા તેણે આ કાવતરું ગણાવ્યું હતું. આ સિવાય એંકરે પાકિસ્તાની શખ્સને આઈએસએસ અંગે પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે આ આતંકી જૂથ ઈસ્લામનું નામ માત્ર લે છે પરંતુ આને ઈસ્લામ સાથે કોઈ લેવા-દેવા નથી. આ શખ્સે મેલોનીના આ નિવેદનને માત્એર ક પ્રોપેગેન્ડા ગણાવ્યું હતું.

ઈટાલીનાં વડાપ્રધાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં મેલોનીએ કહ્યું કે, ઈસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સભ્યતાનાં મૂલ્યો અમારી માટે અનુકૂળ નથી. જો કે, આ વીડિયો જૂનો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. દાવા અનુસાર, આ વીડિયો વર્ષ-૨૦૧૮નો જૂનો છે. આ વીડિયોમાં બ્રિટિશના પીએમ પણ સામેલ થયાનું જણાઈ આવે છે.