મુંબઇ, કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ની સફળતા બાદ સંદીપ રેડ્ડી વાંગાએ ત્રણ ફિલ્મોને લઈને હાથ મિલાવ્યા છે. રણબીર કપૂરની ‘ઍનિમલ’ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મની સફળતાને જોતાં પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને ડિરેક્ટર સંદીપે વધુ ત્રણ ફિલ્મમાં સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. સાથે કામ કરવા વિશે સંદીપે કહ્યું કે ‘આ એક બિઝનેસ નથી, પરંતુ વિશ્વાસ છે.
તેમની ત્રણ ફિલ્મોમાં પ્રભાસની ‘સ્પિરિટ’નો સમાવેશ થાય છે જે ૨૦૨૪ના ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન માર્ચમાં શરૂ થવાનું છે. ત્યાર બાદ રણબીર કપૂરની ‘ઍનિમલ પાર્ક’ પર તેઓ કામ કરશે જેનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે. આ બે ફિલ્મ સિવાય અલ્લુ અર્જુન સાથેની અનટાઇટલ્ડ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. તેઓ ૨૦૨૬માં સાથે કામ કરશે એવી ચર્ચા છે. અલ્લુ અર્જુનનું કૅલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે અને એથી તેઓ થોડાં વર્ષ બાદ સાથે કામ કરશે. જોકે આ ત્રણેય ફિલ્મ માટે ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરશે.