ભાવનગર : ભાવનગરની બે રેસ્ટોરન્ટમાં એસ જીએસટી તંત્ર દ્વારા તાજેતરમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું અને વેપારની આવક સામે ટેક્સ ભરાતા ન હોવાનું જણાતા અંદાજે ૪૩ લાખના રીકવરી નીકળી હતી. આ સાથે અમરેલી, બોટાદમાં પણ તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો હોવાનં જણાયું છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલના સમયમાં ખાણીપીણીની બજાર સતત ધમધમતી રહે છે અને અનેક અવનવા રેસ્ટોરેન્ટ આકાર લઇ રહ્યા છે. જ્યારે સામાન્ય રીતે ૫ ટકા જીએસટી ભરવાનો હોય છે. જ્યારે આઉટડોરમાં ૧૮ ટકા જીએસટી લાગતો હોય છે. પરંતુ ઘણા રેસ્ટોરન્ટ કોઇ પણ જાતનો ટેક્સ લીધા વગર અને ભર્યા વગર સીધો જ વેપાર કરતા હોવાનું સામે આવતા રાજ્યવ્યાપી રેસ્ટોરન્ટ પર તપાસના આદેશો છુટયા હતા. જે અનુસંધાને ભાવનગરમાં શહેરમાં એસજીએસટીએ સન્ની પાજી ઢાપા પર તપાસ હાથ ધરી હતી. જેનો સોફટવેર જપ્ત કરી તપાસના નોંધણી નંબર જ મળી આવેલ ન હતો અને વગર ટેક્સ ભર્યે વેપાર થતો હોવાનું જણાયું હતું. જેના ૨૦ લાખનું એસએસમેન્ટ નિકળ્યુ હતું. જેની રીકવરી માટે દંડનીય જોગવાઇ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. તો આ ઉપરાંત સ્કાયવે ગાર્ડન ઉપર પણ એસજીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ કરતા નોંધણી નંબર મળી આવ્યો ન હતો અને કરેલ વેપારનો ટેક્સ પણ ભરાતો ન હોવાનું જણાયું હતું. જોકે રૂ.૩ લાખનું એસએસમેન્ટ દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં રીકવરી શરૂ હોવાનું જણાયું છે. આમ એસજીએસટી દ્વારા બોગસ બિલીંગની સાથોસાથ ટેક્સ ન ભરનારા રેસ્ટોરન્ટ ઉપર પણ તવાઇ કરવાનું શરૂ કર્યું છે અને મળેલી વિગતો મુજબ અમરેલી અને બોટાદમાં પણ ઉક્ત મુદ્દાને લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સંભવતઃ આગામી દિવસોમાં રેસ્ટોરન્ટ સામેની ટેક્સ ચોરીના મુદ્દે સઘન તપાસ હાથ ધરાશે અને નોંધણી નંબર પણ ચેક કરવામાં આવશે, તેમ જણાયું છે.