ગોધરાના હમીરપુર રોડ ઉપર માલિકના ખેતર માંથી 20 જેટલા ઝાડો કાપી ચોરી કરવાની કોશીષ દરમિયાન માલિક આવી જતાં આરોપી ફરાર

ગોધરા, ગોધરાના હમીરપુર રોડ ઉપર આવેલ માલિકીના ખેતર માંથી પંચરાઉ ઝાડવા 20 થી 21 નંગ કાપી ચોરી કરવાની કોશીષમાં હતા. દરમિયાન ખેતર માલિક આવી જતાં આરોપી કાપેલ ઝાડો ખેતરમાં મુકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા પશ્ર્ચિમ વિસ્તારમાં હમીરપુર રોડ ઉપર અબ્દુલ્લા અબ્દુલ ગફફાર બકકરની માલિકીના ખેતરમાં આવેલ પંચરાઉ ઝાડવા નંગ 20 થી 21 હોય આ ઝાડવાને તા.16 ડીસેમ્બરના રોજ આરોપી સનોવર અનવર બકકર (રહે. સાતપુલ, ઉર્દુ કુમાર શાળાની સામે, મુસ્લીમ સોસાયટી)એ કાપી નાખી કિંમત 25,000/-રૂપીયાના પંચરાઉ લાકડા ચોરી કરવાની કોશીષ કરતા હોય દરમિયાન ફરિયાદ ખેતર માલિક આવી જતાં કાપેલ ઝાડવા ખેતરમાં મુકી નાશી ગયો હતો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.