ફતેપુરા, ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરી નજીક આવેલ મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના થાંભલા પર કબુતર ફસાઈ ગયેલના સમાચાર ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લા એસપીસીએના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલાને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર દોરી આવી જીઇબીમાં જાણ કરતાં જીઈબી ઇજનેર ફતેપુરા સિંગ સાહેબ તેમજ હેલ્પર અને ખાનગી હેલ્પર ભરતભાઈ બામણીયા સ્થળ પર દોડી આવી થાંભલા પર ચડી કબૂતરને બચાવી લીધેલ ઘાયલ થયેલા કબુતરને શબ્બીરભાઈ સુનેલવાલા અને હેલ્પર પશુ દવાખાને ફતેપુરા લઈ જઈ સારવાર કરાવી હતી. આમ સમય સૂચકતાના પગલે મૂંગા પક્ષીનો જીવ બચાવવામાં આવ્યો હતો. યાદ રાખવા જેવી બાબત એ છે કે, ચાઈનીઝ દોરા પ્રતિબંધ છે. ત્યારે આ મૂંગા કબુતર પક્ષીના પગમાં પતંગનો ચાઈનીઝ દોરા વિટેલાયેલો હતો અને આ ચાઈનીઝ દોરા લીધે પગમાં જખમ ખૂબ જ ઊંડા થઈ ગયા હતા.