જામનગર, જામનગર જીલ્લા પોલીસ વડા નાં નામની કોઈ એ ફેંક ફેસબુક આઇ ડી બનાવી છે. આ બાબત તેમના ધ્યાન મા આવતા કોઈ એ રિપ્લાય નહી આપવા જણાવ્યું છે.અને પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું સંભળાય છે.જો કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફત છેતરપિંડી નાં કિસ્સા વધી રહયા છે.જેમાં કોઈ નાં નામનું ફેંક આઇ ડી બનાવી તેના મારફત પૈસા માંગવામાં આવતા હોય છે.આવો જ એક બનાવ જામનગર મા નોંધાયો છે.જેમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહી પણ ખુદ જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું નાં નામનું કોઈ એ બોગસ ફેસબુક આઇ ડી બનાવી નાખ્યું છે.જેમાં પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું કહેવાય છે.
આ બાબત ધ્યાન મા આવતા જ લોકો ને અપીલ કરી રિપ્લાય નહી કરવા પોલીસ વડા એ અનુરોધ કર્યો છે.અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.