અલવિદા બાદ ચિરાગ પટેલની ગુજરાત કોંગ્રેસને મોટી ચેતવણી,હજી પણ કોંગ્રેસ તૂટશે

ગાંધીનગર, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું.ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે જતા જતા કહ્યું કે, કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાયરાજનીતિમાં હવે કેટલાક નેતાઓ આયારામ ગયારામ બનશે. ભાજપનુ એક જ ટાર્ગેટ છે, લોક્સભામાં ૨૬ એ ૨૬ બેઠકો જીતવી. આ માટે હવે ભાજપે કોંગ્રેસ અને આપના ગઢવા કાંગરા પાડવાની શરૂઆત કરી દીધી છે. ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલનું રાજીનામું પડ્યું છે. ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. ચિરાગ પટેલે રાજીનામું આપીને કહ્યુ, ’અન્ય ધારાસભ્યો પણ મારી જેમ ગૂંગણામણ અનુભવે છે. કોંગ્રેસ હજી વધુ તૂટશે.

ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ રહ્યું. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપ્યું. તેઓએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. હવે ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કરશે. હજુ પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. રાજીનામું આપનાર ધારાસભ્ય ચિરાગ પટેલે મોટુ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગળામણ અનુભવે છે. કોંગ્રેસમાંથી હજુ પણ રાજીનામાઓ પડશે. કોંગ્રેસ હવે ઝીરો થઈ ગઈ છે.

રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે જણાવ્યુ છે કે, ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, હવે અમે મૂળ ૧૭ હતા પરંતુ અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસથી નારાજ છે. ગુજરાતના નેતૃત્તવની વાત કરીએ તો એવું છે કે દિલ્હીથી ઓપરેટ થાય છે. દિલ્હીના નેતૃત્તવની વાત કરીએ તો હજી રાજારજવાડાની જેમ જીવી રહી છે. મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે તે માથે ચઢાવીશ. હું મારા લોકોને કહીશ કે, હું તમારી વચ્ચે જ છું તમારી સેવા જ કરતો રહીશ.’