
મુંબઇ,યુપી સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને લઈને વિપક્ષ ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈક્ધ્લૂસિવ એલાયન્સ (ઇન્ડિયા)ના મુખ્ય દળના પ્રમુખ નેતાઓની બેઠક આજે દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં લોક્સભા ચૂંટણી માટે સીટોની વહેંચણી, સંયુક્ત જનસભાઓ અને લોક્સભા ચૂંટણી માટે નવી રણનીતિઓ બનાવવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલા શિવસેનાના ઉદ્ધવ જૂથે મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને સલાહ આપી છે.
આ તંત્રીલેખ દ્વારા શિવસેનાના ઉદ્ધવ જૂથે ચોખા શબ્દોમાં લખ્યું છે કે, જો ઇન્ડિયા’ ગઢબંધનને મોદી-શાહનો સામનો કરવો હોય તે ગઠબંધનનો રથ ખેચવા માટે એક સારથિની જરૂર છે.
સામનાના તંત્રીલેખમાં લખ્યું હતું કે, કોંગ્રેસે ઇન્ડિયા ગઢબંધનના રૂપમાં ગઢબંધનનું મહત્વ શીખવુ જોઈએ. આજે રથમાં ૨૭ ઘોડા છે, પરંતુ તેનો સારથિ કોઈ નથી, જેના કારણ રથ થંભી ગયો છે. ઇન્ડિયા ગઢબંધનને સંયોજક, સમન્વયક, આમંત્રિતની જરૂર છે, પછી ભલે ગમે તે હોય. એવા સમન્વયકની જરૂર નથી અને જો કોઈ કહે કે, સંજોગોમાં ’અમે ચલાવી લઈશું’ તો તે ઇન્ડિયા’ને નુક્સાન કરી રહ્યું છે. હવે સારથિની જાહેરત કરવી પડશે. આજે બેઠકમાં નિર્ણય લીધા બાદ જ આગળનું પગલું ભરવાનું રહેશે.
ઇન્ડિયા ગઢબંધનની આ બેઠક હાલમાં પૂર્ણ થયેલી પાંચ રાજ્યોની વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને કારણે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માં હારને લઈને છે. મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં સકારાત્મક એજન્ડા નક્કી કરવા, સીટોની વહેંચણી,નવી રણનીતિ બનાવવી અને સંયુક્ત જનસભાઓને લઈને મુખ્ય મુદ્દાઓ ચર્ચાઓ થઈ શકે છે.