ઇમ્ફાલ,
દેશના ઇશાન ખૂણે આવેલા મણીપુરમાં સોમવારે રાત્રે ૫.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. એક મહિનામાં મણીપુરમાં ભૂકંપનો આ બીજો આંચકો આવ્યો હતો.
આ પહેલાં ઑગષ્ટની ૧૧મીએ ભકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ સોમવારે મધરાત પછી બેને ૩૯ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણીપુરની પૂર્વે પંચાવન કિલોમીટર દુર આવેલા ઉખરુલમાં હતું. જો કે કોઇ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના રિપોર્ટ મળ્યા નહોતા.
ઑગષ્ટની ૧૧મીએ સાંજે સાડા સાત વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે પણ કોઇ નુકસાન કે જાનહાનિ થયાં નહોતાં. એક તરફ ભારે વરસાદ અને ઊભરાતી નદીઓ વચ્ચે આવેલા ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટની લાગણી ફેલાવી દીધી હતી.