શહેરા, શહેરા પાલીખંડા ખાતે આવેલ સ્મશાનમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા અઠવાડિયામાં એક વખત સ્મશાનની સાફ-સફાઈ કરવામાં આવનાર છે.
શહેરા પાલીખંડા ખાતે આવેલ સ્મશાનમાં નગર વિસ્તારમા મરણ થાય ત્યારે અંતિમવિધિ અહી કરવામાં આવતી હોય છે. આ સ્મશાનમા જંગલી ઝાડી ઝાંખરા ઉગી નીકળતા અંતિમવિધિ માં આવતા લોકોને ભારે તકલીફ પડી રહી હતી. જ્યારે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ સ્મશાન ખાતે પહોંચી ગયા હતા. એસ આઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો દ્વારા સ્મશાન ખાતે ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે આ બાબતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને પૂછતા જણાવ્યું હતું કે, નગરનું મુખ્ય સ્મશાન હોય એની સાફ-સફાઈ કરવામાં આવી છે અને અઠવાડિયામાં એક વખત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન સ્મશાન ખાતે હાથ ધરવામાં આવતા નગરજનો એ પણ પાલિકાની આ સારી કામગીરીને બિરદાવી હતી.