દે.બારીયા, દે.બારીયા તાલુકા તેમજ પંથકનું સ્ટેટ રજવાડીના સમયનું પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાં ગણના થતી હતી. 80ના દશકામાં જે મોટી સર્જરીના ઓપરેશન મુંબઈ ખાતે થતા હતા. તેવા સર્જરી ઓપરેશન જે.એસ. ચૌહાણ સરકારી હોસ્પિટલમાં 1980ની સાલમાં વિના મુલ્યે કરવામાં આવતા હતા. તે સમયના સુપ્રિટેન્ડન્ટ પોતાની ફરજમાંં આવતા કાર્યો કરવામાં ખંતીલાપણું અપનાવતા હતા. હાલમાં નવા આવેલા સુપ્રિટેન્ડન્ટને માંંડ પાંચ થી છ માસ થયા હશે પણ તેમનામાં સુંચારું કાર્ય કરવાનો બહોળો અનુભવ દેખવા મળી રહ્યો છે. જેથી તેમણે વિજીટર રજીસ્ટરની અમલવારી શરૂ કરીને અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે. જેથી સરકારી હોસ્પિટલની તમામ ક્ષેત્રની કાર્ય પદ્ધતિમાં ખાસ્સો સુધાર આવશે તેમાં શંકાને સ્થાન નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા સરકારી હોસ્પિટલ ધણા વર્ષોથી તેનું કાર્યશૈલીમાં કલંક લાગેલા છે. તે તમામ કલંકોને ધોવાનું કાર્ય હાલમાં નવા નિમાયેલા સુપ્રિટેન્ડન્ટ ર્ડા. મેમણના દ્વારા કાયાપલટ કરવાની ઝુંબેશમાં લાગેલા છે. તમામ ર્ડાકટર્સ હોય નર્સ હોય અથવા સ્વીપર કે પટાવાળા તમામ સ્ટાફ સમય મુજબ તેમની ફરજ હાજર રહેવા માટેની સુચના આપી છે અને તેનુંં કડક પાલન થઈ રહ્યું છે. સાથે હોસ્પિટલના વોર્ડ તેમજ લોબીમાં કેમ્પસમાંની સાફસફાઈની વિશેથી સુચનો કરવામાં આવ્યા છે અને પ્રગતિ દેખવા મળી રહી છે અને હવે અનોખો અને પહેલા ન જોવામાં આવ્યો હોય તેવો અને આખા હોસ્પિટલની કાર્યમાં સુધાર લાવશે તેવો વીજીટર રજીસ્ટરને નિભાવવા ઉપર ખાસ નોંધ લઈ અનોખી અમલવારીનીસ શરૂઆત ર્ડા. મેમણે શરૂ કરીને એક પારદર્શીકાનું ઉદાહરણ બેસાડયો છે. જેમાં અનેક મહાનુભાવો તથા સોશ્યલ વર્કસ પ્રતિષ્ઠ વ્યકિતઓ તેમજ મીડીયાના કર્મીઓ વીજીટ કરશે. ત્યારબાદ તેનો પ્રભાવ અલગ રહેશે. તેમાં બે મત નથી.