અભિયાનની શરૂઆત કરી,અમીરો પાસેથી દાન લેવામાં આવે તો તેમણે સહમત થવું પડશે, ખડગે

નવીદિલ્હી,લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ડોનેટ ફોર ધ કન્ટ્રી અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ આ અભિયાન પર કહ્યું કે કોંગ્રેસ પહેલીવાર દેશ માટે દાન આપવાનું કહી રહી છે.

ખડગેએ કહ્યું, ‘જો તમે સતત ધનિક લોકો પર નિર્ભર રહીને કામ કરશો તો તમારે તેમની નીતિઓ સ્વીકારવી પડશે. મહાત્મા ગાંધીએ પણ દેશને આઝાદી અપાવવા માટે લોકો પાસેથી દાન લીધું હતું. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટીના કોષાધ્યક્ષ અજય માર્કને શનિવારે પાર્ટી હેડક્વાર્ટરમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ૧૮ વર્ષથી વધુ ઉંમરના ભારતીયો આ અભિયાન દ્વારા ૧૩૮ રૂપિયા, ૧,૩૮૦ રૂપિયા, ૧૩,૮૦૦ રૂપિયા અથવા ૧૦ ગણી રકમ દાન તરીકે આપી શકે છે.