સરકારી નોકરીના ઈચ્છુકો ગોલ્ડન ચાન્સ : ભારતમાં રેલવેથી લઈને બૅન્ક સુધી આટલા વિભાગમાં નીકળી બમ્પર ભરતી

  • IPPB કુલ 650 જગ્યાઓ ખાલી પડી છે.
  • દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા કુલ 2077 જગ્યાઓ ખાલી છે
  • HPCL અને RPSCમાં ભરતી કરવામાં આવશે

દેશભરમાં વિવિધ વિભાગોમાં સરકારી ભરતીઓ શરૂ થાય છે. જે અંતર્ગત બેંક, રેલવે, પબ્લિક સર્વિસ કમિશન સહિત અનેક જગ્યાએ નોકરીઓ ઉપલબ્ધ છે.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નીચેની વિગતો તપાસે અને ભરતી માટે સમયસર અરજી કરે.

IPPB ભરતી 2022

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPB એ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો પાસેથી 20 મે 2022 સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંતર્ગત કુલ 650 જગ્યાઓ ભરવામાં આવશે.

RPSC ભરતી 2022

રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, RPSC એ લેક્ચરરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત 14 જૂન 2022 સુધી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો ભરતી માટે અરજી કરી શકે છે.

રેલ્વે ભરતી 2022

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે, SECR એ નાગપુર અને રાયપુર ડિવિઝનમાં વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત કુલ 2077 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો આ પદો માટે 3 જૂન સુધી અરજી કરી શકે છે. આ માટે તેઓએ સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.

HPCL ભરતી 2022

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL ટેક્નિશિયનની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે. જેના માટે ઉમેદવારો 21 મે 2022 સુધી અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 186 જગ્યાઓ ભરવામાં આવશે.