અહીં શરિયા કાયદો લાગુ થવા દેવામાં આવશે નહીં, ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની

રિયાધ,ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે યુરોપમાં ઈસ્લામને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ યુરોપિયન શહેરોના મૂલ્યોની વિરુદ્ધ છે. મેલોનીએ સાઉદી અરેબિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે સાઉદી અરેબિયા ઈટાલીમાં ઈસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય મદદ કરી રહ્યું છે. સાઉદી અંગે તેમણે કહ્યું કે તે દેશમાં શરિયા કાયદો લાગુ છે.

ઈટાલિયન પીએમએ વધુમાં કહ્યું કે, ‘ઈસ્લામિક સંસ્કૃતિના ચોક્કસ અર્થઘટન અને આપણી સભ્યતાના અધિકારો અને મૂલ્યો વચ્ચે સુસંગતતાની સમસ્યા છે. તે છુપાયેલ નથી કે સાઉદી અરેબિયા ઇટાલીના મોટાભાગના ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ભંડોળ પૂરું પાડે છે. સાઉદી અરેબિયામાં શરિયા લાગુ કરવામાં આવે છે અને શરિયાનો અર્થ છે વ્યભિચાર માટે પથ્થર મારવો, ધર્મત્યાગ માટે મૃત્યુદંડ, સમલૈંગિક્તા માટે પણ મૃત્યુ. હું માનું છું કે આ પ્રશ્ર્નો પૂછવા જોઈએ, જેને સામાન્યીકરણ ન કરવું જોઈએ.

જ્યોર્જિયા મેલોની પર એલજીબીટી વિરોધી હોવાનો આરોપ છે. જોકે, તે આ વાતને નકારે છે અને પોતાની ઇમેજ સુધારવા માટે પણ કામ કરી રહી છે. તેમને કહ્યું છે કે તેની પાસે પુતિનને મળવાનો સમય નથી. તેમને નાટો માટે સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. અલબત્ત, મેલોની રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને ટેકો આપે છે, પરંતુ તેના ગઠબંધનમાં બંને પક્ષો રશિયા સાથે ઊંડા સંબંધો ધરાવે છે. મેલોનીએ એલજીબીટી અધિકારો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.

જ્યોર્જિયા મેલોની કિશોર વયે નિયો-ફાસીસ્ટ ચળવળમાં જોડાઈ હતી. તે પૂર્વ ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૨૧માં મેલોનીનું પુસ્તક આવ્યું. તેનું નામ ‘આઈ એમ જ્યોજયા’ હતું. પુસ્તકમાં પણ તેમને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ફાસીવાદી નથી. તેણે પોતાને મુસોલિનીનો વારસદાર પણ જાહેર કર્યો. પોતાની પ્રાથમિક્તાઓની યાદી આપતા, મેલોનીએ ઇસ્લામિક આતંકવાદને નિયંત્રિત કરવા માટે તેને જરૂરી ગણાવ્યું. તેણે મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ઈટાલી માટે ખતરો ગણાવ્યો હતો.