ભોજપુરીના ’ગોડફાધર’ બ્રિજેશ ત્રિપાઠીનું હાર્ટ એટેકથી નિધન

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખબર સામે આવી છે કે સિનીયર કલાકાર બ્રિજેશ ત્રિપાઠીનું નિધન થયુ છે. 72 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે. બ્રિજેશ ત્રિપાઠીને 2 અઠવાડિયા પહેલાં ડેન્ગ્યુ થયો હતો ત્યારપછી મેરઠની એક હોસ્પિટલમાં એમની સારવાર થઇ રહી હતી. ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ મેરઠથી પોતાના ઘરે મુંબઇ પહોંચ્યા તો અચાનક રાત્રે હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જો કે ડોક્ટરે મૃત ઘોષિત કર્યા. બ્રિજેશ ત્રિપાઠીના નિધનના સમાચારથી ભોજપૂરી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે.

બ્રિજેશ ત્રિપાઠીને ભોજપુરીના ગોડફાધર કહેવામાં આવતા હતા. ભોજપુરી સિનેમાના ફેમસ એક્ટર બ્રિજેશના નિધનથી હાલમાં ફેન્સ દુખી થઇ ગયા છે. અનેક ફિલ્મોમાં કામ કરીને આ એક્ટરે પોતાની અલગ જ ઓળખાણ બનાવી દીધી છે. ફિલ્મના કરિયરની શરૂઆત 11 સપ્ટેમ્બર 1978માં હિન્દી ફિલ્મ ટેક્સી ચોરથી કરી હતી જેમાં લિડ રોલમાં મિથુન ચક્રવતી હતા અને હિરોઇન જરીના વહાબ હતી . ત્યારબાદ રાજ બબ્બરની સાથે બીજી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો, આ ફિલ્મનું નામ પાંચવી મંઝિલ છે. ત્યારબાદ એમને ક્યારેય પાછા વળીને જોયુ નથી.

બ્રિજેશ ત્રિપાઠીએ ફિલ્મો સિવાય હિન્દી ધારાવાહિકોમાં પણ કામ કરી ચુક્યા છે. પરંતુ એમને ઓળખાણ ભોજપુરી ફિલ્મોમાંથી કરી છે. તમને જણાવી દઇએ કે બ્રિજેશ ત્રિપાઠીએ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, રજનીકાંત સહિત તમામ મોટા સિતારાઓ સાથે સ્ક્રીન શેર કરી હતી.

ભોજપુરી ફિલ્મોની વાત કરીએ તો બ્રિજેશ ત્રિપાઠીએ મનોજ તિવારી, રવિ કિશન, દિનેશ લાલ યાદવ, પવન સિંહ તેમજ ખેસારી લાલ યાદવ સહિત તમામ લોકો સાથે કામ કર્યુ હતુ. જો કે અચાનક જતા રહેવાથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. બ્રિજેશના નિધન પર અભિનેતા સહ ગોરખપુરથી સાંસદ રવિ કિશન કહે છે કે બ્રિજેશ ત્રિપાઠીજીની સાથે મેં લગભગ 100 ફિલ્મો કામ કર્યુ હતુ. એમના જવાથી ભોજપુરી ફિલ્મ જગતથી એક યુગ જતો રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ઇશ્વર એમની પુણ્યાત્માને સ્વર્ગથી સર્વોચ્ચય સમ્માનથી સુશોભિત કરે.