જો બિડેનની સુરક્ષામાં મોટી ચૂક, રાષ્ટ્રપતિના કાફલા સાથે કારની ટક્કર

વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા અમેરિકી રાષ્ટ્રપતિના કાફલાની કાર સાથે એક કાર અથડાઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ અને તેમની પત્ની જીલ બિડેનને કોઈ નુક્સાન થયું નથી. અકસ્માત બાદ તેમના સુરક્ષાકર્મીઓએ કાર ચાલક પર બંદૂક તાકી હતી.માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિડેન રાત્રે ૮:૦૭ વાગ્યે વિલ્મિંગ્ટન સ્થિત બેડન-હેરિસ ૨૦૨૪ હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. બાયડેન થોડા સમય પછી, ડેલવેર લાયસન્સ પ્લેટોવાળા વાહને ઝુંબેશ કાર્યાલયના પ્રવેશદ્વારની સામે મોટરકૅડની રક્ષા કરતી એસયુવીને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ તરત જ રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સવસના એજન્ટો સક્રિય થઈ ગયા હતા અને તરત જ ચાર ડ્રાઈવરોની અટકાયત કરી હતી. આ સાથે ટક્કર મારનાર કાર પણ કબજે કરી હતી. આ સિવાય રાષ્ટ્રપતિની આસપાસ તાત્કાલિક એક સેફ સર્કલ બનાવવામાં આવ્યું હતું અને તેમને તેમની કારમાં લઈ જવામાં આવ્યા હતા, જેથી તેમને કોઈ પ્રકારનું નુક્સાન ન થાય.