જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દાહોદ ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ

દાહોદ,જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળોદાહોદ સરકારી આઈટીઆઈ ખાતે યોજવામા આવ્યો. ભરતી મેળામા 12 નોકરીદાતાઓ વધુ 10 પાસ, આઈટીઆઈ, 12 પાસ, ડીપ્લોમા અને ગ્રેજ્યુટ લાયકાત ધરાવતા ટેકનીકલ, નોન ટેકનીકલ અને પેરામેડીકલ જેવી 500 થી વધુ અનુભવી અને બિન અનુભવી જગ્યાઓ ભરવા ઈન્ટરવ્યુ પ્રાથમીક પસંદગી માટે હાજર રહ્યા હતા. જેમાં દાહોદ જીલ્લાના 7 નોકરીદાતા અને અન્ય જીલ્લાના 5 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમા પ્રેસીડેન્ટ હ્યુન્ડાઈ, ઝયડસ હોસ્પીટલ, ક્રેડીટ એકસેસ ગ્રામીણ બંક, સેફલર ઈન્ડીયા, શૈલી એન્જીનીયરીંગ, યજાકી ઈન્ડીયા જેવી નામી એકમો હાજર રહયા હતા. ભરતી મેલામા 465 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી 290 ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી. જયારે 100 થી વધુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા. 145 જેટલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરેલ હતા, તેમજ 21 ઉમેદવારોએ લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભરેલ હતા. ભરતી મેળામાં રોજગાર કચેરી, સરકારી આઈટીઆઈ, તેમજ જીલ્લા ઉધ્યોગ કેન્દ્રના અધિકારી કર્મચારીએ હાજર રહીને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો.