જીલ્લા આરોગ્ય વિભાગ દાહોદ અને મોહમ્મદિયા ફ્રેન્ડસ ગ્રુપ મસ્જિદ ગલી ઠક્કર ફળિયા દ્વારા ચેકઅપ કેમ્પ

દાહોદ,જીલ્લા આરોગ્ય વિભાગ દાહોદ અને મોહમ્મદિયા ફ્રેન્ડસ ગ્રુપ મસ્જિદ ગલી ઠક્કર ફળિયા દ્વારા ચેકઅપ કેમ્પનું તારીખ 17/12/2023 રવિવારને સવારે 10:00 થી એક દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડપ્રેશર ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ કરવામાં આવ્યો. સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી. આ ઉપરાંત હેલ્થ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ કેમ્પમાં ડો.ઇઝહાર શેખ, જાવેદભાઈ મુનશી નઇમભાઈ મુનશી, ડો.ઇન્ઝમામ શેખ, કમલેશ લીમ્બાચીયા, ઈરફાન મલેક, ઈરફાન મોગલ, સિરાજ સૈયદ, અબ્દુલ વાજીદ શેખ, નાહીદ સૈયદ, હાસિમ મેમન, આબિદ શેખ, મુકેશભાઈ ભાટીયા, વોર્ડ નંબર-3ના કાઉન્સિલર કાઈદભાઈ ચુના વાલાની સાથે-સાથે જીલ્લા આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પમાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં આશરે સો જેટલા લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.