શ્રી વિશ્વકર્મા વન્સી સેના દાહોદ શહેર જીલ્લાની હોદ્દેદારોની એંક મીટીગનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ, વિશ્વકર્મા વન્સી સેનાનું આજરોજ દાહોદ ખાતે હાઇવે પર આવેલ હોટલમાં શહેર તાલુકા જીલ્લાના સંગઠનની એક મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઈ પંચાલ હાજર રહ્યા હતા. સાથે પ્રદેશ મહામંત્રી પણ હાજર રહ્યા હતા. સાથે મીટીગમાં દાહોદ જીલ્લા પ્રમુખ ડિકસીતભાઈ તથા મહીલા પ્રમુખ અન્નુબેન સાથે તાલુકાના સર્વે પદાઘીકારી હાજર રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં તાલુકા જીલ્લાના હોદ્દેદારે સાથે મહીલા હોદ્દેદારો અને સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને સમાજમાં એકતા સાથે મજબૂત સંગઠન બનાવવાની પહેલ કરી હતી. પ્રદેશ અઘ્યક્ષ દ્વારા વિશ્વકર્મા ની હાલ જે યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તે યોજનાનો સમાજના દરેક માણસોને તેનો લાભ મળે અને જેને આ લાભની યોજનાની જાણ ન હોય તે તમામને જાણ કરવી અને તેમને લાભ અપાવવો તાલુકા જીલ્લાના તમામ હોદ્દેદારોના અગાથ પ્રયત્નો થી આવેલ તમામ સભ્યોનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સઁખ્યામા હાજર રહેલ તમામ સભ્યો ફરી વારનું બહુ મોટુ આયોજન કરવાનું અને આપણું સંગઠનને વધુ મજબૂત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ હાજર રહેલ દાહોદ શહેર જીલ્લાના તમામ હોદેદારો અને મીટીગમા પઘારેલ તમામ સભ્યોનો આભાર વ્યક કર્યો હતો અને સેનાનું પાકું અને મજબૂત સંગઠન ઉભું કરવાની હાકલ કરી હતી.